January 8, 2025

ફલાવર શોમાં નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે AMCએ કરી લાલ આંખ

Amdavad Municipal Corporation: નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે AMCએ લાલ આંખ કરી છે. ફલાવર શો અંતર્ગત સ્ટોલ નંબર 1 -2 સીલ કરવામાં આવ્યા છે. કારણ કે આપેલ જગ્યા કરતા વધુ જગ્યામાં ધંધો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રેપીડો દ્વારા આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રીસ દિવસ માટે બાઈક સેવા સસ્પેન્ડ

ફૂડ વિભાગ દ્વારા ચેતવણી
નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે AMCએ લાલ આંખ બતાવી છે. ફલાવર શો અંતર્ગત સ્ટોલ નંબર 1 -2 સીલ કરવામાં આવ્યા છે. તેની સાથે AMCને ગંદકી મામલે ફરિયાદ મળી હતી. ફૂડ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી છતાં પણ સુધારો થયો ન હતો. આખરે AMC ફૂડ વિભાગે બંને સ્ટોલ સીલ કર્યા છે. પેનલ્ટી વસૂલી સીલ ખોલવામાં આવશે.