March 9, 2025

AMC પશ્ચિમ ઝોન SWD વિભાગનો સપાટો, ગંદકી ફેલાવતા એકમો વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરી

AMC: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગંદકી, ન્યુસન્સ કરનારાઓ વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.

પશ્ચિમ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા, ન્યુસન્સ કરનારા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા અને ડસ્ટબીન ન રાખતા એકમો વિરુધ્ધ ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ અંર્તગત સધન કામગીરી અંર્તગત છેલ્લા એક દિવસ દરમિયાન સ્કવોર્ડ બનાવી પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તાર પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝુંબેશ અને ગંદકી કરતા એકમો અનુસંધાને 236 યુનિટ ચેક કરી 211 ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટીક અંગે નોટીસ આપી 1.700 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી 33 હજાર ચાર્જ વસુલ કર્યો હતો.

આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં મુખ્ય વિસ્તાર ખાતે જાહેર માર્ગો પર ગંદકી કરતા, ન્યુસન્સ કરતા ધંધાકીય એકમોને ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ અંર્તગત કુલ-211 નોટીસ આપી 8 એકમોને જાહેરમાં ન્યુસન્સ કરવા બદલ સીલ કરવામાં આવ્યો હતો. તેમજ તેમની પાસેથી 65 હજાર વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આમ, પશ્ચિમ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા જાહેરમાં ન્યુસન્સ કરતા એકમો પાસેથી કુલ રૂપિયા1 લાખ 25 હજાપ ચાર્જ વસુલવામાં આવ્યો છે.