January 6, 2025

વધતા પ્રદુષણને લઈને AMCનો મોટો નિર્ણય, ઓવરબ્રિજ નીચે મેટ્રોના પિલ્લર પર બનાવશે વર્ટિકલ ગાર્ડન

Ahmedabad: અમદાવાદમાં વધતા પ્રદુષણ વચ્ચે AMCએ મોટો નિર્ણય લીધો છે. ઓવરબ્રિજની નીચે મેટ્રોના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. વધતા પોલ્યુશનને કંટ્રોલમાં રાખવા અને શહેરને સુશોભિત કરવા માટે AMCનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેને લઈને મેટ્રોના પિલ્લર પર લોખંડની રેક પર વિવિધ છોડ – રોપા લગાવવામાં આવશે.

મળતી માહતી અનુસાર અમદાવાદમાં દિવસે-દિવસે પ્રદુષણમાં વધારો નોંધાઈ રહ્યો છે. વધી રહેલા પ્રદૂષણને લઈને AMC દ્વારા શહેરમાં ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. જો કે હવે ઓવરબ્રિજની નીચે મેટ્રોના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનાવવા અંગેનો AMCએ નિર્ણય લીધો છે. પાયલટ પ્રોજેક્ટને લઈને હાલ હેલ્મેટ સર્કલ નજીક વર્ટીકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. મેટ્રોના પિલ્લર પર પણ વિભિન્ન પ્રકારના છોડ-રોપા લગાવવામાં આવશે. શહેરના હેલ્મેટ સર્કલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે અને પકવાન સર્કલ પાસે આ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે.

આ પણ વાંચો: ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! ડભોઈમાં ઝડપાયો ચાઈનીઝ દોરીનો જથ્થો