News 360
March 24, 2025
Breaking News

અમેરિકાના યમન તો ઈઝરાયલે ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, ભડકી ગયું ઈરાન

Iran: ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ ગુરુવારે યમન પર અમેરિકાના હવાઈ હુમલા અને ગાઝામાં ઈઝરાયલ લશ્કરી કાર્યવાહીની કડક નિંદા કરી હતી. શનિવારથી યમનમાં હુતી વિદ્રોહીઓના ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલા અને મંગળવારે વહેલી સવારે ગાઝા પર ઈઝરાયલ હુમલા શરૂ થયા બાદ પ્રતિક્રિયા સામે આવી છે.

બગાઈએ યમનમાં અમેરિકાના ‘લશ્કરી આક્રમણ’ને ​​કારણે નિર્દોષ મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોના મોત અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના વિનાશ પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યુ. પ્રવક્તાએ કહ્યું કે ઈઝરાયલને શસ્ત્રો, નાણાકીય અને રાજકીય સમર્થન આપતા દેશો ઈઝરાયલના ‘ગુનાઓ’માં ભાગીદાર છે.

બગાઈએ જણાવ્યું હતું કે યમન પર અમેરિકાના હુમલા અને ગાઝામાં થયેલા નરસંહાર એક સાથે થવાથી કોઈ શંકા નથી કે આ “યુએસ-ઈઝરાયલનું સંયુક્ત કાવતરું હતું… જેનો હેતુ પીડિત પેલેસ્ટિનિયન લોકો માટે એકતા અને સમર્થન માટેના કોઈપણ આહ્વાનને દબાવવાનો હતો.”

યુનાઇટેડ સ્ટેટ્સે બુધવારે સાંજે યમનની રાજધાની સના પર હવાઈ હુમલાઓનો નવો રાઉન્ડ શરૂ કર્યો. ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા છે, જેમાં સાત મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. શનિવાર પછી આ પ્રદેશ પર અમેરિકાનો આ બીજો હુમલો છે. અગાઉના હુમલામાં 53 લોકો માર્યા ગયા હતા અને 98 લોકો ઘાયલ થયા હતા, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સાંજે ગાઝા પટ્ટીમાં શોક વ્યક્ત કરનારાઓની ભીડ પર ઈઝરાયલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 પેલેસ્ટિનિયનો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગ બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ કહ્યું કે યમનમાં તેહરાન સમર્થિત હુતી બળવાખોરો પર અમેરિકાના ઘાતક હુમલા એક “ગુનો” હતો જેને રોકવો જ જોઈએ. યમનના લોકો પર યમનના નાગરિકો પર આ હુમલો… એક ગુનો છે જેને રોકવો જ જોઇએ.