March 23, 2025

USAમાં બે ગુજરાતીની હત્યા, પિતા-પુત્રીને ગોળી મારી પતાવી દીધા; આરોપીની ધરપકડ

અમેરિકાઃ યુએસએમાં વધુ બે ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મહેસાણાના પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, સ્ટોરમાં ઘૂસી આરોપીએ પિતા અને પુત્રી પર ગોળીબાર કર્યો હતો. જેમાં બંનેના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

મૃતક પિતા-પુત્રી મહેસાણાના કનોડા ગામના મૂળ વતની હતા. પટેલ પરિવારની 24 વર્ષીય પુત્રી અને 56 વર્ષીય પિતાની હત્યા કરી હતી.