July 7, 2024

અમેરિકામાં ખેલા હોબે… બાઈડનની જગ્યાએ મિશેલ ઓબામા બની શકે છે રાષ્ટ્રપતિ ઉમેદવાર

America: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે કે નહીં તે મુદ્દે અમેરિકામાં જંગ ચાલી રહ્યો છે. પ્રમુખ બાઈડનનો પરિવાર અને નજીકના લોકો માને છે કે બાઈડન જ ઉમેદવાર રહેશે. જ્યારે ડેમોક્રેટ પાર્ટીના ટોચના નેતૃત્વ અને સમર્થકોમાં મતભેદ છે.

અમેરિકન પત્રકાર ટકર કાર્લસનના દાવાએ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ જો બાઈડનના સમર્થનમાં નથી, ત્યારે ખળભળાટ મચી ગયો છે. અમેરિકામાં થયેલા એક સર્વેમાં બાઈડનની જગ્યાએ મિશેલ ઓબામાનું નામ મુખ્ય રીતે સામે આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મિશેલ ઓબામાને લોન્ચ કરવા માટે પડદા પાછળ મોટી રમત ચાલી રહી છે.

સર્વેમાં મિશેલ ઓબામા વિશે આ વાત કહેવામાં આવી છે
રોઇટર્સ ન્યૂઝ એજન્સીના સર્વે અનુસાર મિશેલ ઓબામા મુખ્ય દાવેદાર બની શકે છે. સર્વેમાં એવું બહાર આવ્યું છે કે મિશેલ ઓબામા એકમાત્ર સંભવિત ઉમેદવાર છે જે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકે છે. આ સર્વેમાં 1070 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 892 નોંધાયેલા મતદારો છે. તેમાં 348 ડેમોક્રેટ, 322 રિપબ્લિકન અને 303 સ્વતંત્ર મતદારોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: ભગવા નહીં પણ આ કપડાંમાં જોવા મળશે રામ મંદિરના પૂજારી, નિયમોમાં કર્યા મોટા ફેરફાર

મિશેલની તરફેણમાં 50 ટકા વોટ
સર્વેમાં સામેલ લોકોમાંથી 50 ટકા લોકોએ મિશેલ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 39 ટકા ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં હતા. ઉપપ્રમુખ કમલા હેરિસ સહિત ડેમોક્રેટિક પાર્ટીના અન્ય સંભવિત ઉમેદવારો ઘણા પાછળ છે. આ સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાંચમાંથી ત્રણ લોકોએ કહ્યું કે બાઈડને ચૂંટણી ન લડવી જોઈએ અને છેલ્લી ક્ષણે નવો ઉમેદવાર ઊભો કરવો યોગ્ય રહેશે.

વિવેક રામાસ્વામીએ મિશેલના દાવાની જાહેરાત કરી હતી
અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં ઉમેદવારી પાછી ખેંચનાર ભારતીય મૂળના રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીએ કેટલાંક અઠવાડિયા પહેલા જાહેરાત કરી હતી કે જો બાઈડનની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને બનાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચેની ચર્ચા પછી જ્યારે બાઈડનને લઈને ચારેબાજુ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે વિવેક રામાસ્વામીએ કહ્યું કે આ બધું વિચારેલી વ્યૂહરચનાનો એક ભાગ છે. જેથી મિશેલ ઓબામાને ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે રજૂ કરી શકાય. મિશેલ ઓબામાની તરફેણમાં સર્વેના પરિણામોએ વિવેકના દાવાઓને મજબૂત બનાવ્યા છે.