અમેરિકાએ ઈમેલ મોકલીને F-1 વિઝા કર્યા રદ, વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ

Washington: અમેરિકામાં રહેતા હજારો વિદેશી વિદ્યાર્થીઓને અચાનક યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના F-1 વિઝા રદ કરવાનો ઇમેઇલ મળ્યો છે. જે વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કરી દીધા છે. તેની સાથે સાથે તાત્કાલિક સ્વેચ્છાએ અમેરિકા છોડવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. F-1 વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ભામૈયા ગામે મહાદેવના મંદિરમાં થઈ ચોરી, પોલીસે કરી તપાસ શરૂ
કેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે?
એક રિપોટ પ્રમાણે 2023-24 શૈક્ષણિક વર્ષ માટે યુએસમાં અભ્યાસ કરવા માટે નિર્ધારિત 1.1 મિલિયન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 331,000 ભારતના વિદ્યાર્થીઓ છે. F-1 વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં શૈક્ષણિક અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની મંજૂરી આપે છે. સેલ્ફ ડિપોર્ટ ન કરે તો ધરપકડ કરવાની પણ અપાઈ ચીમકી આપવામાં આવી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના નિવેદન બાદ કાર્યવાહી કરવામાં આવી છે.