હુમલાના ભય વચ્ચે પાકિસ્તાનમાં આવતીકાલે રજા, શાળાઓ અને બેંકો રહેશે બંધ

Pakistan: પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદને ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી’ મળી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ વચ્ચે પાકિસ્તાન સરકાર દ્વારા વધુ એક નોટિસ આપવામાં આવી છે, જે મુજબ આવતીકાલે પાકિસ્તાન સંપૂર્ણ રીતે બંધ રહેશે.

મજૂર દિવસની રજાના અવસરે 1 મેના રોજ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) અને તમામ કોમર્શિયલ બેંકો જાહેર વ્યવહારો માટે બંધ રહેશે. સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા પ્રેસ બ્રીફમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકાર દ્વારા 1 મેને જાહેર રજા જાહેર કરવામાં આવી છે. વિશ્વભરના મજૂરો અને ઔદ્યોગિક કામદારો સાથે એકતા દર્શાવવા માટે સમગ્ર વિશ્વમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં શું બંધ રહેશે?
“સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરાયેલ મજૂર દિવસના અવસર પર જાહેર રજાના કારણે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન 01 મે, 2025 (ગુરુવાર) ના રોજ બંધ રહેશે.” આ દિવસે તમામ બેંકો ઉપરાંત ડેવલપમેન્ટ ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન્સ (DFIs) અને માઈક્રોફાઈનાન્સ બેંકો (MFBs) પણ બંધ રહેશે, આ સાથે જ પાકિસ્તાનમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ પણ બંધ રહેશે.

મજૂર દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
દર વર્ષે 1 મેના રોજ, આ દિવસ સમગ્ર વિશ્વમાં કામદારો સાથે એકતા વ્યક્ત કરવા અને કામદાર વર્ગના અધિકારોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે મોટાભાગના દેશોમાં રજા હોય છે.

આ પણ વાંચો: આત્રેય ઓર્ચિંગની આગમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત, 4 લોકો સારવાર હેઠળ

આ દિવસ વિશ્વભરના મજૂરોના કાર્ય અને સિદ્ધિઓની પણ ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ મજૂરો અને ઔદ્યોગિક કામદારોને કોઈપણ શોષણ સામે નોકરીની સુરક્ષા પૂરી પાડવા માટે પગલાં લેવાનો છે.