જૂનાગઢના ચાપરડામાં અમિત શાહે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

જૂનાગઢ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજરોજ 8, માર્ચે સવારે સોમનાથના દર્શન કર્યા હતા અને ગીરની કોડિનાર અને તાલાળા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે કોડીનાર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કરાવ્યું હતું. ત્યાર બાદ તેઓ જૂનાગઢના ચાપરડાની મુલાકાતે પહોંચ્યા હતા. ચાંપરડામાં શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
ચાપરડામાં શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામમાં સૈનિક સ્કુલ શાળા ભવન, સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર, મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પલેક્ષ અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ કરાવામાં આવ્યું હતું.
પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ અને રીસર્ચ ઈનસ્ટીટ્યુટ અને શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ ગુરૂકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદજી બાપુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું.