ગૃહમંત્રી અને ત્રિપુરા આદિજાતિ પરિષદના પ્રતિનિધિઓની બેઠક, સ્થાનિક મુદ્દાઓ પર વિચારમંથન
Amit Shah In Tripura: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે ત્રિપુરાના આદિવાસી લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવા ત્રિપુરા ટ્રાઇબલ એરિયા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTAADC)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. CM માણિક સાહાએ જણાવ્યું હતું કે આ બેઠક ગૃહ મંત્રી શાહની ત્રિપુરાની બે દિવસીય મુલાકાત દરમિયાન થઈ હતી, જેમાં તેમણે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની 72મી પ્લેનરી મીટિંગમાં પણ ભાગ લીધો હતો. માર્ચમાં ‘TIPRASHA કરાર’ પર હસ્તાક્ષર કર્યા પછી આ પ્રથમ વખત છે જ્યારે TTADC પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા હતા.
Chaired a meeting of the NESAC in Agartala, Tripura, today.
Reiterated PM Shri Narendra Modi Ji's vision of 'Technology for Transformation' to build a peaceful and developed Northeast and appreciated the firm steps NESAC has taken in this direction. By leveraging… pic.twitter.com/ct59tPW0qp
— Amit Shah (@AmitShah) December 21, 2024
આદિવાસી લોકોના ઉત્થાન અને સશક્તિકરણ પર ચર્ચા
મુખ્યમંત્રી સાહાએ ફેસબુક પર લખ્યું, ‘આજે અગરતલામાં અમિત શાહની અધ્યક્ષતામાં TAADC નેતાઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી.’ તેમણે કહ્યું કે બેઠકમાં ભાજપના પૂર્વોત્તર સંયોજક સંબિત પાત્રા, રાજ્યના મંત્રીઓ અને અન્ય મુખ્ય અધિકારીઓ પણ હાજર હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે આદિવાસી લોકોના ઉત્થાન અને સશક્તિકરણ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
#WATCH | Union Home Minister Amit Shah chaired the 72nd Plenary Session of the North Eastern Council in Tripura today. pic.twitter.com/8k8IJ5L6ih
— ANI (@ANI) December 21, 2024
ટીપ્રા મોથાના સુપ્રીમો પ્રદ્યોત કિશોર દેબબર્માએ જણાવ્યું હતું કે તેઓ ટીપ્રા મોથા કરારની પ્રગતિ અંગે ચર્ચા કરવા ગૃહ મંત્રી શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ અમારા ટીપ્રાસા લોકોના પ્રશ્નોનો વહેલાસર ઉકેલ શોધવા પર ભાર મૂક્યો, જેને અમે આવકારીએ છીએ. બાદમાં, ગૃહ મંત્રીએ પક્ષના નેતાઓ, ‘સમાજપતિ’ (જનજાતિના વડાઓ) અને વડીલો સાથે પણ વાતચીત કરી, તેમણે કહ્યું, બાબતો સાચી દિશામાં આગળ વધી રહી છે.
#WATCH | Tripura: Addressing the 72nd Plenary of the North Eastern Council (NEC) in Agartala, Union Home Minister Amit Shah says, "We have adopted a multi-pronged approach in the field of security. We have made progress in the last 10 years by making a specific strategy for every… pic.twitter.com/uSIs08HR86
— ANI (@ANI) December 21, 2024
એકે મિશ્રાએ દિલ્હીમાં બે બેઠકો કરી હતી
ગૃહ મંત્રાલયના સલાહકાર એકે મિશ્રા, જે ઉચ્ચ-સત્તાવાળી સમિતિનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે ત્રિપુરા સરકાર અને ટીપ્રા મોથાના પ્રતિનિધિઓ સાથે દિલ્હીમાં બે બેઠકો કરી છે. આ મીટિંગનો ઉદ્દેશ્ય આદિવાસીઓના પ્રશ્નોનું સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવાનો છે.