Amreli : યુવતીના અપહરણ મામલામાં વિધર્મી યુવકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો
અમરેલી જિલ્લાના રાજુલામાં યુવતીનુ વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાના મામલે રાજુલા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમા જ ઝડપી પાડયો હતો. મહિલા પોલીસ સહિત અલગ-અલગ છ ટીમ બનાવી આરોપીને પોલીસે મોડી રાતે બાબરાથી ઝડપી પાડયો હતો.
પોલીસે આરોપીની બાબરાથી અટકાયત કરી
રાજુલાના ધોળીયા ડુંગર વિસ્તારમાંથી ગતરોજ વિધર્મી યુવક દ્વારા એક યુવતીને રિક્ષામાં અપહરણ કરીને લઈ જવાને મામલે રાજુલામાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને લઈ રાજુલા પોલીસ મથકે રાત્રિના ટોળા એકઠા થયા હતા. પોલીસે વિધર્મી યુવકને ઝડપી પાડવા માટે છ ટીમો તૈયાર કરીને વિધર્મી યુવક, યુવતીને ક્યાં લઇ ગયો છે તે અંગે જીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટોળાને ખોટી અફવાઓમાં ન આવવાની અપીલ પણ કરી હતી. ગત મોડી રાત્રે જ પોલીસે 90 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા, જેના આધારે વિધર્મી સમીર નામના યુવકની અટકાયત બાબરા ખાતેથી કરી હતી. અટકાયત કર્યા બાદ યુવક યુવતીને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યાં આરોપી યુવકની પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી હતી જ્યારે યુવતીને કાઉન્સિલ કરીને તેના પરિજનોને સોંપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : Ahmedabad : છેલ્લા ચાર દિવસમાં જાહેરમાં થૂંકનાર 300 થી વધુ લોકો દંડાયા
પોલીસે સોશિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાવવા અપીલ કરી
લોકોના ટોળા પોલીસ મથકે એકઠા થયા બાદ પોલીસે મહિલા પોલીસ સહિત અલગ-અલગ છ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસે મોડી રાતે આરોપી યુવકને બાબરાથી ઝડપી પાડયો હતો. યુવતીને પરીવારજનોને સોંપતા મામલો શાંત પડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે અને અન્ય કોણ કોણ આ મામલામાં સંડોવાયેલ છે તેની વિગતો પોલીસ મેળવી રહી છે. ડીવાયએસપી હરેશ વોરાએ લોકોને સોશિયલ મિડિયામાં અફવાઓ ન ફેલાવા અપીલ કરી હતી.