લેટર કાંડમાં ફસાયેલ પાયલ ગોટી આવી મીડિયા સામે, કહ્યું મારું જાહેરમાં અપમાન થયું
Amreli Letter Kand: બનાવટી લેટર કાંડમાં ફસાયેલ પાયલ ગોટી સૌપ્રથમવાર મીડિયા સામે આવી હતી. જેલમુક્તિ બાદ તેમના વતન વીઠલપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે પાયલે બનાવટી લેટરની FSL તપાસ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત બાદ પ્રફુલ પાનસેરીયાએ આપી પ્રતિક્રિયા
બનાવટી લેટર મુદ્દે બોલી પાયલ ગોટી
જેલમુક્તિ બાદ તેમના વતન વીઠલપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે પાયલ બેન બોલ્યા કે, પોલીસે તેમને માર માર્યો છે. જેલવાસ દરમિયાન પોતાના પરિવાર સાથે અડીખમ ઉભા રહેલા તમામ સમાજના આગેવાનો અને લોકોનો આભાર માન્યો હતો. પાયલ ગોટીએ કૌશિક વેકરીયાને ત્રણ પેજનો પત્ર લખી ન્યાયની માંગ કરી છે. મારું જાહેરમાં અપમાન થયું છે. મે કોઈ ગુનો નથી કર્યો. પાયલે કહ્યું કે પત્રને FSLમાં મોકલવામાં આવે તો સત્ય બહાર આવી જશે. જેની ઠુંમર મારા પરિવારને હિંમત આપવા આવ્યા હતા. મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.