January 18, 2025

આ વખતે ઉનાળાનું અમૃતફળ ખેડૂતોને કરશે આર્થિક રીતે સદ્ધર, કેરીનો મબલક મોલ તૈયાર

દશરથસિંહ રાઠોડ, અમરેલી: ગીરમાં જૂનાગઢ બાદ અમરેલી જિલ્લાને પણ કેરીનું હબ માનવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષ સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર અને ફલવરિંગ આવતા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા,ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષ કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ હતી.

કેરીનું ઉત્પાદન સારું આવશે
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ અનુકૂળ વાતાવરણ અને ઠંડી પડવાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ખુશી છવાય છે. કારણ કે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ અને મોર આવતા કેરીનું ઉત્પાદન સારું આવશે અને હાલમાં જે વાતાવરણ છે. તે પ્રમાણે જ વાતાવરણ રહેશે તો આવતા બે થી અઢી મહિનામાં કેસર કેરી માર્કેટમાં આવી જવાની ધારણા ખેડૂતોમાં સેવાય હતી.

આ પણ વાંચો: સર્જરી બાદ સૈફની તબિયત સ્થિર, ICU માંથી સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ

માંડ માંડ બહાર આવી રહ્યા
પાંચ વર્ષ પહેલા તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચામાં ભારે નુકશાન કર્યું હતું. ત્યારે ખેડૂતો આ નુકસાની માંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે. ચાલુ વર્ષ આંબાના ઝાડમાં મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોને ચાલુ વર્ષ કેસર કેરીના સારા ઉત્પાદ અને બે પૈસા મળવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. અમરેલી જીલ્લો અને ગીર પંથકની કેરી સમગ્ર રાજ્ય અને દેશમાં વખણાય છે. ત્યારે ચાલુ વર્ષ વાતાવરણ અને ઠંડીના કારણે આ વખતે આંબામાં ખૂબ સારૂ ફ્લાવરિંગ આવ્યું છે. આંબાના મોરમાં રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળી રહ્યું છે. તેમજ ચાલુ વર્ષ સારા વરસાદને પગલે પાણીના તળ પણ ઉચ્ચા આવ્યા છે. જેનો ફાયદો કેરીના પાકને થશે આવી રીતે અનુકૂળ વાતાવરણ રહેશે. માવઠાની શક્યતા નહિવત રહે તો આવતા બે માસમાં કેસર કેરી માર્કેટમાં આવતી થવાની ધારણા ખેડૂતો કેવી રહ્યા હતા.