અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું, પોક્સો હેઠળ ગુનો નોંધાયો

અમરેલી: અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે. છેલ્લા 8 દિવસથી અવાર નવાર પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
બે સગીર વયની વિદ્યાર્થીની સાથે શિક્ષક દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાતા આરોપી શિક્ષકની અમરેલી તાલુકા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.