અમરેલીનો દુષ્કર્મી શિક્ષક સસ્પેન્ડ, પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

અમરેલીઃ જિલ્લામાં શિક્ષક દ્વારા બે વિધાર્થિની સાથે દુષ્કર્મ આચરવા મામલે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો અંતર્ગત શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યો છે. નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના નરાધમ શિક્ષકને શાસનાધિકારીએ ઘટનાને ધ્યાનમાં રાખી સસ્પેન્ડ કર્યો છે. આ ઉપરાંત નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાવઠિયા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા. ભોગ બનનારે પરિવારને જાણ કરતા સ્કૂલમાં વોચ રાખવામાં આવી હતી. આ મામલે સંતાઈને ચેકિંગ કરતા દીકરી શિક્ષકના ઓફિસમાં રૂમમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ અમરેલી રૂલર પોલીસને થતા પોલીસ પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. એફએસએલટીમની પણ મદદ લેવામાં આવી છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.