January 14, 2025

AMCના બજેટમાં મળશે AMTS બસમાં મુસાફરી કરનારને મોટી રાહત, ડ્રાફ્ટ બજેટ તૈયાર

AMTS Bus Ahmedabad: AMTS નું વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. AMC દ્વારા રૂપિયા 675 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2025-26 માં 1172 બસ સામે 1113 બસો શહેરના રસ્તા પર દોડશે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટ વધ્યું છતાં દેવામાં વધારો થયો છે.

આ પણ વાંચો: ઓખામાં ત્રણ દિવસમાં 25 કરોડની કિંમતની જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા

દેવામાં થયો ફરી વધારો
ગત વર્ષે 401 કરોડનું દેવું વધીને 437 કરોડ પર પહોચી ગયું છે. રાજ્ય સરકારના કાર્યક્રમોમાં ફાળવવામાં આવેલ AMTSના 4 કરોડ રૂપિયા વસુલાત સરકાર પાસે બાકી છે. RTO ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવમાં આવશે. 60 AC ઇલેક્ટ્રિક બસો રસ્તા પર દોડશે , 60 મીની AC બસ પણ રસ્તા પર દોડશે. શહેરમાં કુલ 225 ઇલેક્ટ્રિક બસ રસ્તા પર દોડવાનું આયોજન છે.