January 2, 2025

ઓફિસની અંદર મીઠાઈ ખવડાવી સેલિબ્રેશન કર્યું છે… બહાર કશું નથી કર્યું: અમૂલ ભટ્ટ

Ahmedabad: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ 7 દિવસના રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં બીજેપી ધારાસભ્યના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ હવે રાષ્ટ્રીય શોકમાં ઉજવણીનાં વિવાદ વચ્ચે અમૂલ ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. અમૂલ ભટ્ટે જણાવ્યું કે, કાર્યકરો DJ લઈને આવ્યા તે અંગે રોક્યા હતા. તેમજ રસ્તા પર ઉજવણી ન કરવા મેં કહ્યું હતું.

મળતી માહિતી અનુસાર 7 દિવસના રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં બીજેપી ધારાસભ્યના કાર્યાલય ખાતે જશ્નનો માહોલ છે. વોર્ડ પ્રમુખોની નિયુક્તિઓ બાદ ઢોલ નગારા સાથે ગરબા રમી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ હવે MLA અમૂલ ભટ્ટે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, કાર્યકરો DJ લઈને આવ્યા તે અંગે રોક્યા હત. જોકે કાર્યકરોના ઉત્સાહમાં થયું હોવાનો MLAએ સ્વીકાર કર્યો છે. વધુમાં કહ્યું કે, મારી ઓફિસ મળવા બોલાવ્યા હતા અને ઓફિસની અંદર ફુલહારથી સન્માન કર્યું છે. ઓફિસની અંદર મીઠાઈ ખવડાવી સેલિબ્રેશન કર્યું છે બહાર કોઈ કાર્યક્રમ કર્યો નથી.

આ પણ વાંચો: રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં BJP ધારાસભ્યના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ