પાલડી મેઘ શાહના ફ્લેટમાં 18 કલાક ચાલ્યું ઓપરેશન, સોનું મળ્યા બાદ થયા મસમોટા ખુલાસા

Ahmedabad: અમદાવાદના પાલડી વિસ્તારમાં એક મકાનમાંથી 87 કિલોથી વધુ સોનું મળતા ચકચાર મચી ગઈ છે. જેમાં ભાડે રહેતા મેઘ શાહના મકાનમાંથી મોટી માત્રામાં સોનું અને રોડક મળી આવી હતી. ત્યારે હવે તેના પરિવારની વિગતો સામે આવી છે. પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ પણ ચોથા માળે જ ફ્લેટમાં રહેતી હોવાનું સામે આવ્યું છે અને ફ્લેટ ભાડે રાખી મુદ્દામાલ સંતાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર પાલડીમાં ATS અને DRIએ અચાનક દરોડા પાડ્યા હતા. આ ઓપરેશન 18 કલાક સુધી ચાલ્યું હતું. તપાસ એજન્સીને ઓપરેશન દરમિયાન કુલ 87 કિલોગ્રામ 920 ગ્રામ સોનું મળ્યું છે. સાથે જ 19 કિલોગ્રામ 663 ગ્રામની જ્વેલરી મળી છે. વધુમાં તપાસ દરમિયાન કુલ 1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયાની રોકડ પણ મળી હતી. તો 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો પણ મળી આવી છે. નોંધનીય છે કે, પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે જ ફ્લેટમાં રહેતી હોવાથી ફ્લેટ ભાડે રાખી મુદ્દામાલ સંતાડ્યો હતો.

આ પણ વાંચો: શામળાજી અણસોલ પાસે હિટ એન્ડ રનમાં ત્રણના મોત, મોડી રાતે ગ્રામજનોએ નેશનલ હાઇવે કર્યો હતો બ્લોક

નોંધનીય છે કે, ATS દ્વારા ફલેટના પ્રમુખ પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે. મેઘ શાહ મૂળ જેતાળા ગામનો વતની અને હાલ મુંબઈ હોવાની વિગતો સામે આવી છે. જોકે, સંયુક્ત ઓપરેશન બાદ DRIની ટીમ મુદ્દામાલ લઈ રવાના થઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.