February 24, 2025

આણંદનું ધર્મજ ગામ કમળાગ્રસ્ત, કુલ દર્દીઓનો આંક 87 પર પહોંચ્યો

આણંદઃ જિલ્લાનું ધર્મજ ગામ કમળાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. કુલ દર્દીઓનો આંક 87 પર પહોંચ્યો છે. ગઈકાલે જ કમળાના નવા 20 દર્દીઓ મળી આવ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે. અન્ય બીજા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આરોગ્યની કુલ 18 ટીમો હાલમાં મેડિકલ કામગીરી કરી રહી છે. રોગચાળાગ્રસ્ત થયા બાદ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ધર્મજ ગામમાં ધામા નાંખ્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં પીવાના પાણીની લાઈનમાં કુલ 23 લીકેજ મળી આવ્યા છે. આ લીકેજને કારણે જ રોગચાળો ફેલાયો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પંચાયત દ્વારા 13 લીકેજ રિપેર કરવામાં આવ્યા છે. જ્યારે 10 લીકેજ રિપેર કરવાની કામગીરી ચાલુ છે.