આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા 30થી વધુ બીમાર, 1નું મોત

આણંદ: આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતા રોગચાળો ફેલાયો છે. જેમાં જુદી જુદી 11 જગ્યાએ પીવાના પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતા રોગચાળો ફેલાયો છે. ગાંધીનગર અને જિલ્લાની આરોગ્યની 10 ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ દર્દીઓના રિપોર્ટની ચકાસણી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 31 રિપોર્ટની ચકાસણી કરવામાં આવી છે. આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું જાણવા મળ્યું છે. જેથી 10 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડાયા છે. તંત્રની બેદરકારીના કારણે 17 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.