April 2, 2025

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પગપાળા દ્વારકા યાત્રા

દ્વારકા: અનંત અંબાણી પગપાળા ચાલીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી ખાવડી રિલાયન્સથી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. અનંત અંબાણી દરરોજ રાતે પોતાની ઝેડ પ્લસ સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત વચ્ચે 10/12 કિમી ચાલે છે. જ્યારે રસ્તામાં આવતા મોટા મંદિરોના પણ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આજે અનંત અંબાણીની પદયાત્રાનો પાંચમો દિવસ છે ત્યારે 60 કિમી જેટલો અંતર કાપી ચૂક્યા છે. અને આગામી 10 એપ્રિલે અનંતનો જન્મદિવસ છે ત્યારે પોતે પગપાળા ચાલીને ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરી જન્મદિવસની ઉજવણી કરશે.

વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાલા વડત્રા ખાતે અનંત અંબાણીનું ઋષિ કુમારો દ્વારા સંસ્કૃત શ્લોકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.