March 26, 2025

ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

Ananya Panday Crush: તાજેતરમાં જ શુભમન ગિલ સાથે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને જોઈને ભારે ચર્ચા થઈ હતી. આ પહેલા હાર્દિક સાથે ડાન્સ કરતી એક્ટ્રેસનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે પણ હાર્દિક સાથે અનન્યા પાંડેની ખૂબ ચર્ચા થઈ હતી.

ક્રિકેટનો બોલિવૂડ સંબંધ
ક્રિકેટર્સના નામ મોટાભાગે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાય છે. જેમાં વિરાટનું નામ પણ સામેલ છે. તેણે એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. ત્યારે હવે અભિનેત્રી અનન્યા પાંડે સાથે હવે ક્રિકેટરોના નામને જોડાવવામાં આવી રહ્યા છે. ગિલ અને અનુષ્કા શર્મા એક એડ શૂટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. જેના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા હતા. અનંત અંબાણીના લગ્નમાં હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એકસાથે ડાન્સ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ
એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડેને તેના ગમતા ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે વિરાટ કોહલી પર ક્રશ છે. તેણે આ વાતમાં જણાવ્યું કે વિરાટને તે ખૂબ પસંદ કરે છે. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. બોલિવૂડ સ્ટાર્સ ઘણીવાર ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે. અનન્યા પાંડે પણ IPL દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી છે.