July 1, 2024

આ ક્રિકેટરના દીકરાએ કર્યું અર્જુન જેવું પરાક્રમ, શું સચિનના દીકરાથી પણ આગળ નીકળી જશે?

એપ્રિલમાં રોકીએ એજબેસ્ટનમાં વોર્વિકશાયર સેકન્ડ ઈલેવન સામે તેની પ્રથમ સદી ફટકારી હતી.

નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે તેની અંડર-19 કારકિર્દીની શરૂઆત શ્રીલંકા પ્રવાસથી કરી હતી. તેણે 2018માં ડેબ્યૂ કર્યું હતું પરંતુ હજુ સુધી તેને સિનિયર લેવલ પર નેશનલ ટીમમાં એન્ટ્રી મળી નથી. તે મુંબઈ છોડીને ગોવા પહોંચ્યો છે અને ત્યાંથી ક્રિકેટ રમી રહ્યો છે, જ્યારે તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. હવે તેની જેમ અન્ય ક્રિકેટરનો પુત્ર શ્રીલંકામાં અંડર-19 કારકિર્દીની શરૂઆત કરશે.

એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકી ફ્લિન્ટોફની અંડર-19 ટીમમાં પસંદગી
જી હા, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફનો પુત્ર રોકી ફ્લિન્ટોફ, જેને શ્રીલંકા સામેની આગામી ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. માત્ર 16 વર્ષની ઉંમરે રોકી આ સિઝનમાં સતત સારા પ્રદર્શન સાથે લેન્કેશાયરની સેકન્ડ ઈલેવન માટે ધુમ મચાલી રહ્યો છે. તેણે તેના જન્મદિવસના બે દિવસ બાદ જ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તે જે સ્ટાઈલમાં રમી રહ્યો છે તે જોઈને લાગે છે કે તે અર્જુન તેંડુલકર પહેલા સિનિયર લેવલ પર પોતાના દેશ માટે રમતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Pakistan સામે જોરદાર પ્રદર્શન બાદ Bumrah આ ખાસ યાદીમાં સામેલ

વોર્વિકશાયર તરફથી ફટકારી પ્રથમ સદી
અગાઉ એપ્રિલમાં રોકીએ એજબેસ્ટનમાં વોર્વિકશાયર સેકન્ડ ઈલેવન સામે તેની પ્રથમ સદી ફટકારી હતી. અંડર-19 ટીમમાં ઘણા એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમના પારિવારિક જોડાણો નોંધપાત્ર છે. ટીમનું નેતૃત્વ એસેક્સના ઓલરાઉન્ડર લ્યુક બેન્કેસ્ટાઈન કરશે, જે લેન્કેશાયરના મુખ્ય કોચ અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ડેલ બેન્કેસ્ટાઈનનો પુત્ર છે. ઈંગ્લેન્ડના સ્પિનર ​​રેહાન અહેમદનો ભાઈ ફરહાન અહેમદ પણ ઓફ સ્પિનર ​​તરીકે ટીમમાં છે. ફરહાને તાજેતરમાં જ નોટિંગહામશાયર સાથે તેનો પહેલો પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.

આ ક્રિકેટરના પુત્રને પણ મળ્યું સ્થાન
વિકેટકીપર-બેટ્સમેન હેડન મસ્ટર્ડ પર પણ નજર રાખવાની જરૂર છે. તેના પિતા ફિલ મસ્ટર્ડે ઈંગ્લેન્ડ માટે 12 વ્હાઈટ બોલ કેપ્સ મેળવી છે. આ ટીમના 16 ખેલાડીઓમાંથી 9 અંડર-19 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ તરફથી રમ્યા હતા. જોકે ટૂર્નામેન્ટ દરમિયાન ટીમનું સુકાન સંભાળનાર બેન મેકિની અને હમઝા શેખને આ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.