અંજારના મેઘપર બોરીચી ગામે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, 2 આરોપીની અટકાયત

કચ્છ: ગઈકાલે અંજારના મેઘપર બોરીચી ગામે પારસ સોસાયટીમાં થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીની અટકાયત કરી લીઘી છે. અંજાર પોલીસે યુવતીનો સાવકો ભાઈ વિશાલ ખેમનાની અને એકતરફી પ્રેમ પડેલ મિત્ર કરણ સોલંકી અટકાયત કરી છે.
યુવતી પોતાના ઘરે એકલી હતી ત્યારે આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો. પાયલે કરણ સાથે મિત્રતા રાખવાની ના પાડી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આરોપીને તે વાતનું મન ઉપર લાગી આવ્યું અને તેને હત્યાનો પ્લાન ધડ્યો હતો. આરોપી સામે અગાઉ અંજાર પોલીસ મથકે દુષ્કર્મ અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયા છે.