December 24, 2024

અંકિતાએ ઉડાવી મન્નારાની મજાક તો થઈ ગઈ બરાબરની ટ્રોલ

મુંબઇ: બિગ બોસ 17માંથી બહાર આવ્યા બાદ અંકિતા લોખંડે હવે અભિનેત્રીએ પોતાના અનુભવો શેર કરવાનું શરૂ કર્યું. અંકિતા ટોપ 5માં હતી. લોકો તેને ટ્રોફીની દાવેદાર માની રહ્યા હતા. જોકે, તે ટોપ 3માં પણ સ્થાન મેળવી શકી નથી. તેની જગ્યાએ મન્નારા ચોપરા ત્યાં પહોંચી હતી. અંકિતાના એલિમિનેશન પછી, મન્નારાની ખુશી રાષ્ટ્રીય ટેલિવિઝન પર દરેકને દેખાતી હતી. પછીથી પણ, મન્નારાના ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા અપડેટ્સ એ સંકેત આપતા રહ્યા કે તેણીને કદાચ અપેક્ષા નહોતી કે તે આટલા સુધી પહોંચશે. હવે અંકિતાએ મન્નરાના રિએક્શન પર કંઈક એવું કહ્યું કે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી.

અંકિતાએ મન્નારા પર કરી કોમેન્ટ

અંકિતા લોખંડે બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ શોમાં પોતાની કેટલીક હરકતો પર પસ્તાવો કરી રહી છે. તેને અને તેના પતિ વિકી જૈને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ સાથે એપિસોડ જોઈ રહ્યા છે. અંકિતા લોખંડે ટીવીનો લોકપ્રિય ચહેરો છે. તેની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. આવી સ્થિતિમાં જ્યારે તે ટોપ 3માં જગ્યા ન બનાવી શકી ત્યારે બધા ચોંકી ગયા. અંકિતાના ચહેરા પર પણ ઉદાસી દેખાતી હતી. એક ઇન્ટરવ્યુમાં અંકિતાએ મન્નારાની ખુશીની વાત પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું, મન્નારાને ઉજવણી કરવાનો અધિકાર હતો કારણ કે તેણે અંકિતા લોખંડેને હરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

યૂઝર્સે કરી અંકિતાને ટ્રોલ

અંકિતાની આ કોમેન્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને ઘમંડી કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, અંકિતા પોતાને બોલિવૂડની લીડ એક્ટ્રેસ માની રહી છે. 1 સિરિયલ કર્યા પછી આટલું અભિમાન? તમામ લાઈમલાઈટ સુશાંતના કારણે છે. એકે લખ્યું છે, તેને બોલવા દો, તેને બોલવા દો, ગરીબ છોકરી પીડામાં છે. એક કોમેન્ટછે, અભિમાન હંમેશા વ્યક્તિને ડૂબાડે છે. એકે લખ્યું છે કે, મન્નારા અંકિતા કરતા ઘણી સારી હતી. અંકિતા ટોપ 5 માટે પણ લાયક નથી. ત્યાં એક અન્ય કોમેન્ટ છે, અરે તેને આ બધું જોઇને બળતરા થાય છે. એકે લખ્યું છે કે, તે એવું બોલી રહી છે જાણે અંકિતાએ ફિલ્મફેર જીત્યું હોય.