September 12, 2024

National Film Awards 2024ની જાહેરાત, ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ બાજી મારી ગઈ

National Film Awards 2024 : સૂચના અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારો એ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેમને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા દિગ્દર્શક-અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’એ 2022માં તેની પૌરાણિક કથા આધારિત સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ જોઈ ત્યારથી જ લોકો તેને નેશનલ એવોર્ડ માટે ફેવરિટ ગણાવી રહ્યા હતા.

તો સાથે સાથે, મલયાલમ સિનેમાના દિગ્ગજ કલાકારોમાં ગણાતા અભિનેતા મામૂટીને પણ તેમની બે શ્રેષ્ઠ ફિલ્મો માટે ‘શ્રેષ્ઠ અભિનેતા’ શ્રેણીમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ફિચર ફિલ્મોમાં આ વખતે નેશનલ એવોર્ડ વિજેતાઓની યાદી આ છે:

બેસ્ટ ફીચર ફિલ્મઃ અટ્ટમ (મલયાલમ)
બેસ્ટ ડેબ્યુ ફિલ્મ બાય ડાયરેક્ટર: પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કાંતારા
બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ
બેસ્ટ ફિલ્મ (AVGC-એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક): બ્રહ્માસ્ત્ર
બેસ્ટ ડેરેક્શન: સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
બેસ્ટ એક્ટર (લીડ રોલ): ઋષભ શેટ્ટી (કાંતારા)
બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ): નિત્યા મેનન (તિરુચિત્રમ્બલમ);
બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ): નીના ગુપ્તા (ઉંચાઈ)
બેસ્ટ બાળ કલાકારઃ શ્રીપથ (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ)
બેસ્ટ ગાયક (મેલ): અરિજીત સિંહ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ ગાયિકા (ફિમેલ): બોમ્બે જયશ્રી
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ રવિ વર્મન (પોન્નિયન સેલ્વન)

બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ): અટ્ટમ (મલયાલમ)
બેસ્ટ સ્ક્રીનપ્લે (એડોપ્ટેડ):
બેસ્ટ સ્ક્રીનપ્લે (ડાયલોગ): (ગુલમોહર)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ અનંત (પોન્નિયન સેલ્વન)
બેસ્ટ એડિટિંગ: અટ્ટમ (મલયાલમ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન:
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન:
બેસ્ટ મ્યુઝિક ડેરેક્શન (ગીત): પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ સંગીત નિર્દેશન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન)
બેસ્ટ ગીતો:
બેસ્ટ કોરિયોગ્રાફી:
બેસ્ટ એક્શન ડિરેક્શન:
સ્પેશિયલ મેન્શન: ‘ગુલમોહર’ માટે મનોજ બાજપેયી, ફિલ્મ ‘કધિકન’ માટે સંગીત નિર્દેશક સંજય સલીલ

બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર
બેસ્ટ ફિચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2
બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલવાન
બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાઈસલ
બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ): અટ્ટમ
બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ): KGF ચેપ્ટર-2
બેસ્ટ ફીચર ફિલ્મ (મરાઠી):
બેસ્ટ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી