પહલગામ આતંકવાદી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યાં

ભાવનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા છે. આતંકી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. વહેલી સવારે બે લોકોના મૃતદેહ ભાવનગર લાવવામાં આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા.
જમ્મુ-કાશ્મીરથી ગુજરાત પરત ફરવામાં બાકી રહી ગયેલા 17 લોકો પૈકી 6 લોકો સવારે ભાવનગર પહોંચ્યા હતા. જ્યારે બાકી રહેલા ૧૧ લોકો પણ પોલીસ પ્રોટેક્શન સાથે વતન પરત ફર્યા છે.
શ્રીનગરથી ફ્લાઇટ દ્વારા મુંબઈ આવેલા તમામને બસ મારફત આજે મોડી સાંજે પરત આવ્યા છે. આંતકવાદી ઘટના બની ત્યારે બાકી રહેલા મોટાભાગના લોકો નીચે હતા, જેથી તેઓનો બચાવ થયો હતો.