જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ, પોલીસે નજર કેદ કરી

રાજકોટ: જેતપુરમાંથી અગાઉ બાંગ્લાદેશી એક પુરૂષ અને મહિલા શંકાસ્પદ મળી આવતા તેમને નજર કેદ કરાયા હતા. ત્યારે જેતપુર ડિવિઝન સ્કોડ દ્વારા 294 પરપ્રાતિય નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ કે વિઝા વગર ઘૂસણખોરી કરી હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે રાજમાં ઉર્ફે મુકતા ઉર્ફે સીલા નામની મહિલાની અટકાયત કરી હતી. તેમજ શંકાસ્પદ મહિલાને પોલીસે નજર કેદ કરી કાર્યવાહી કરી છે.