PM નિવાસસ્થાને મોટી બેઠક યોજાઈ, આર્મી ચીફ, વિદેશમંત્રી અને NSA ડોભાલ સાથે મુલાકાત

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર સુરક્ષા મોરચે ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. સુરક્ષા સંબંધિત મોટી બેઠકો સતત યોજાઈ રહી છે. આજે સાંજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ‘મોદી સરકારને અમારું સમર્થન’, જાતિગત વસ્તી ગણતરી અને પહલગામ હુમલા પર રાહુલ ગાંધીનું નિવેદન
ગઈકાલે પણ પીએમના નિવાસસ્થાને એક બેઠક પણ યોજાઈ હતી
મંગળવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યાં હતા. ગઈકાલની બેઠકમાં, પીએમ મોદીએ સેનાને પાકિસ્તાન વિરુદ્ધ ગમે તે નિર્ણય લેવાની છૂટ આપી હતી. ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે મને મારી સેના પર પૂર્ણ વિશ્વાસ છે, સેનાએ પાકિસ્તાનને પોતાની રીતે જવાબ આપવો જોઈએ. પાકિસ્તાન અંગે નિર્ણય લેવા માટે સેના સ્વતંત્ર છે.
આ પણ વાંચો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, આવતીકાલથી ભાવ વધારો અમલ
સેનાને ઓપરેશનલ નિર્ણયો લેવાની સ્વતંત્રતા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે. પીએમએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે દળોને બદલો લેવાની પદ્ધતિ, તેના લક્ષ્યો અને તેનો સમય શું હોવો જોઈએ. સશસ્ત્ર દળોને આવા ઓપરેશનલ નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે.