December 4, 2024

વધુ એક મોંઘવારીનો માર, ગુજરાત ગેસના ભાવમાં ફરી વધારો કરાયો

સુરેન્દ્રનગર: ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ જ્યાં શાકભાજીના ભાવમાં ભળકો થયો છે ત્યાં જ ગુજરાત ગેસના ભાવમાં ફરી વધારો કરાયો છે. જેના કારણે ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે CNGના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 2.5 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે.

ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં રૂ.2.5નો વધારો કર્યો છે જેના કારણે વાહનચાલકોને તેની મોટી અસર થશે. જોકે આ ભાવવધારાની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડશે. આથી આ ભાવ વધારો થતાં થાન સિરામિક ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાના કારણે ઉદ્યોગકારોને મહિને રૂ.1.87 કરોડ ભારણ વધ્ છે. તમને જણાવી દઈએ કે, 10 માસમાં ગેસના ભાવમાં રૂ. 4નો વધારો કરાયો છે.

આ પણ વાંચો: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

આ ભાવ વધારા બાદ હાલમાં રૂ.42.18ના ભાવે મળતો ગેસ હવે જૂના ભાવના બદલે રૂ.44.68માં મળશે.

ગુજરાત ગેસનો ભાવ વધ્યા બાદ સિરામિક ઉદ્યોગકાર શૈલેષભાઇ પટેલ જણાવ્યું હતું કે, થાનગઢ સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિનાથી મંદીના ભરડામાં છે. કારણ કે એક્સપોર્ટ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. એક્સપોર્ટ માટે જે કન્ટેનર ઉપીયોગ થાય છે તે કન્ટેનરના ભાવમાં લગભગ 4 ઘણો વધારો થવાથી હાલમાં એક્સપોર્ટ ઝીરો છે. સાથે-સાથે ડોમેસ્ટીક માર્કેટમાં પણ હાલ મંદીનો માહોલ છે. આ મંદીના માહોલમાંથી કંપનીઓ બાહર નિકળવાનો પ્રસાય કરી રહી છે એવામાં ગુજરાત ગેસ કંપનીએ 2.5 રૂપિયા પ્રતિ કિલો ગેસમાં વધારો કરતા સિરામિક ઉદ્યોગકાર મોટી મુશ્કેલીમાં મૂકાયો છે.