સુરતના સચિન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, ચપ્પુ વડે લોકો પર કર્યો હુમલો

Surat: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે હવે સુરતના સચિન વિસ્તારમાં લુખ્ખા ત્તત્વોનો આતંક મચાવતો વીડિયો સામે આવ્યો છે. સેજલ નગરમાં રિક્ષામાં આવેલા ઈસમોએ 4થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. ઘટના બાદ ખૂબ સ્પીડમાં રીક્ષા દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. ત્યારે સેજલ નગરમાં રિક્ષામાં આવેલા લુખ્ખા તત્વોએ 4-5 ઈસમો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે બાદ ખૂબ સ્પીડમાં રીક્ષા દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ પોતાનો બચાવ કરવા અસામાજિક તત્વો પર પથ્થરમારો કર્યો. હાલ ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતાં અસામાજીક તત્વો કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનનો ભારત પર ગંભીર આરોપ, ટ્રેન હાઇજેક પર કહ્યું- દિલ્હીથી થઈ રહ્યું છે પ્લાનિંગ