અસામાજિક તત્વોમાં પોલીસનો ડર હોવો જ જોઈએ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે આપ્યું નિવેદન

Ahmedabad: ગઈકાલે વસ્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેને લઈને અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગઈકાલે અસામાજિક તત્વોએ સામાન્ય જનતા પર આતંક મચાવ્યો એ ચિંતાજનક અને આંખ ઉઘાડનારી ઘટના છે. મેં સવારે જ CP, DCP અને પીઆઈ જોડે ચર્ચા કરી છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ડર હોવો જ જોઈએ.
હસમુખ પટેલે વધુમાં કહ્યું કે, રોડ પર પોલીસ ઉતારી દેવી જોઈએ અને પેટ્રોલિંગ થવું જોઈએ. અસામાજિક તત્વો પર પોલીસનો ભય પેદા થાય તેવી કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું છે. તેમજ ગુનેગારોમાં ભય પેદા થાય તેવા પગલાં લેવા પણ પોલીસને કહ્યું છે. જોકે, પોલીસ કમિશનરે આ ઘટનાને લઈ કડક પગલાં લેવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસામાજીક તત્વોએ ઘાતક હથિયારો સાથે મચાવ્યો આતંક, 11 શકમંદોની ધરપકડ