વસ્ત્રાલમાં અસામાજીક તત્વોએ ઘાતક હથિયારો સાથે મચાવ્યો આતંક, 11 શકમંદોની ધરપકડ

Ahmedabad: વસ્ત્રાલમાં અસામાજીક તત્વોનો આતંક મચાવનારાઓની ઘટના સામે આવી છે. લુખ્ખા તત્વોએ તલવાર સહિત ઘાતક હથિયારો સાથે રાહદારીઓને માર માર્યો હોવાનું પણ માહિતી છે. સાથે જ ટુ-વ્હીલર સહિત અન્ય વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. જોકે, અમદાવાદ ક્રાઈમ અને જોઈન્ટ સીપીની ટીમે 11 શકમંદોની ધરપકડ કરી છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અહીં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. સાથે જ વાહનોમાં તોડફોડ કરી રાહદારીઓને પણ માર માર્યો છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: નશામાં ધૂત નબીરાએ મોડી રાતે કર્યો અકસ્માત, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત; એકનું ઘટનાસ્થળે મોત