July 27, 2024

Apple લાવશે AI રોબોટ! જાણો કેવી રીતે કામ કરશે

અમદાવાદ: એપલ લાંબા સમયથી કાર ઉપર કામ કરી રહી હતી. જેને હવે રદ કરવામાં આવી છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે એપલે બીજા પ્રોજેક્ટ પર કાર્ય શરૂ કરી દીધું છે. જેમાં સામે આવ્યું છે એપલે વ્યક્તિગત રોબોટ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ રોબોટ અત્યાર સુધી જેટલા પણ રોબોટ બન્યા તેનાથી અલગ હશે. કારણ કે આ રોબોટ હાવભાવથી કામ કરી શકશે.

પ્રોજેક્ટ છોડી દીધો
એપલ લાંબા સમયથી કાર પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. પરંતુ એ પ્રોજેક્ટને કેન્સલ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા એક માહિતી સામે આવી હતી. જેમાં એપલ કંપનીએ 600થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ 600 લોકો આ કાર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. કારના પ્રોજેક્ટને આગળ કરવામાં આવ્યો નહીં. જેના કારણે તેમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવી દીધો હતો.

આ પણ વાંચો: હવે બધાએ જોવું પડશે તમારું WhatsApp સ્ટેટસ!

એપલ રોબોટ પર કામ
કાર પ્રોજેક્ટ કેન્સલ કર્યા બાદ કંપની હવે કમાણી કરવા માટે નવા નવા માધ્યમો શોધી રહી છે. જેમાં રોબોટ બનાવવા ઉપર કાર્ય ચાલી રહ્યું છે. એક તારણ પ્રમાણે એપલના આ પર્સનલ રોબોટને ટેક્નોલોજી ક્ષેત્રે ઘણી ખાસ સુવિધાઓથી સજ્જ કરી શકાય છે. રોબોટિક્સમાં એપલની રુચિ વિશે અનેક પ્રકારની માહિતીઓ માર્કેટમાં સામે આવી છે. જેના કારણે હવે જોવાનું રહ્યું કે એપલ તેના રોબોને કયારે લોન્ચ કરે છે.

મોબાઇલ રોબોટ
એપલ એક મોબાઈલ રોબોટ બનાવવાનું વિચારી રહી છે. ઘર હોય કે ઓફિસ આસપાસના યુઝર્સની વિનંતી પર કામ કરી શકશે. આઈપેડ ઓન વ્હીલ્સની જેમ કામ કરશે, જેમાં ફેસટાઇમ કોલ પણ કરી શકશે. ઘર હોય કે ઓફિસ પર રહેલા લોકો ઉપર તે નજર રાખી શકશે. જેના કારણે કાર્ય કરવામાં સરળતા રહેશે. એપલની યાદીમાં ‘એડવાન્સ ટેબલ ટોપ હોમ ડિવાઈસ’ પ્રોજેક્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે. જેમાં નાના સ્ટેન્ડ પર લગાવેલી રોબોટિક મોટર તરીકે વિઝ્યુઅલાઈઝ, તે ફેસટાઇમ વિડિયો કૉલ પર વ્યક્તિના માથાની હિલચાલની નકલ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ સિવાય પણ કંપની ઘણા ગેજેટ પર કાર્ય કરી રહી છે.