બોલિવૂડ સિંગર એ.આર. રહેમાનની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ

Chennai: બોલિવૂડના સુપરહિટ ગાયક અને સંગીતકાર એઆર રહેમાનની તબિયત રવિવારે અચાનક બગડી ગઈ. એ.આર. રહેમાનને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ.આર. રહેમાને જે ચેન્નાઈમાં પોતાના ઘરે રોકાયા હતા. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. જે બાદ તેમને ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં એ.આર. રહેમાનની તપાસ ચાલી રહી છે.
થોડા દિવસો પહેલા એઆર રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે એ.આર. રહેમાનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. એ.આર રહેમાને તેમની ભૂતપૂર્વ પત્ની બીમાર પડ્યા બાદ એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘થોડા દિવસ પહેલા સાયરા રહેમાનને મેડિકલ ઇમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરા પોલીસ એકશનમોડમાં… રક્ષિતકાંડ બાદ દારૂ પીને વાહન હંકારનાર 31 લોકોની કરી અટકાયત
તાજેતરમાં છૂટાછેડા થયા
એઆર રહેમાન અને સાયરા બાનોના લગ્ન 1995માં થયા હતા. તેમને ત્રણ બાળકો છે – બે પુત્રીઓ, ખાતીજા અને રહીમા, અને એક પુત્ર જેનું નામ અમીન રહેમાન છે. જોકે, આ દંપતીએ નવેમ્બર 2024 માં એક સંયુક્ત નિવેદન દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી. એ.આર. રહેમાન એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર, ગાયક અને નિર્માતા, શાસ્ત્રીય ભારતીય સંગીત અને આધુનિક અવાજોના અનોખા મિશ્રણ માટે જાણીતા છે.