અર્જુન એવોર્ડ જીતનાર 32 ખેલાડીઓને મળશે ઈનામી આટલી રકમ
Arjun Award Prize Money: ઈન્ડિયાના 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે. 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ તમામ ખેલાડીઓને પુરસ્કારની સાથે ઈનામી રકમ આપવામાં આવશે. .અર્જુન એવોર્ડ માટે ભારતીય હોકી ટીમના 5 ખેલાડીઓની પસંદગી કરાઈ છે. પેરા બેડમિન્ટનના ચાર ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આવો જાણીએ કે અર્જુન એવોર્ડ જીતનાર ખેલાડીઓને કેટલી ઈનામી રકમ મળશે?
આ પણ વાંચો: IND vs AUS: રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, ટીમની કમાન બુમરાહ સંભાળશે
અર્જુન એવોર્ડ જીતનાર ખેલાડીઓને કેટલી ઈનામી રકમ મળશે?
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મનુ ભાકરે શૂટિંગમાં બે મેડલ પ્રાપ્ત કર્યા હતા તો સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. સ્પિનિલ કુસલે પણ શૂટિંગમાં મેડલ જીત્યો પ્રાપ્ત કર્યો હતો. તમામ 32 ખેલાડીઓને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે. અર્જુન એવોર્ડ માટે 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ તેને 2020માં લંબાવવામાં આવ્યો હતો.