July 2, 2024

Arshdeep Singhએ રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય

Arshdeep Singh Career: અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની બોલિંગ થકી લોકોના દિલ જીતી લીધા હતા. ટીમ માટે મેચનો હિરો રહ્યો હતો. અર્શદીપની લાઇન લેન્થ ખૂબ જ સચોટ રહી હતી. ડેથ ઓવરોમાં વિરોધી ટીમો પાસે તેના યોર્કર બોલનો કોઈ જવાબ નહોતો.

શાનદાર બોલિંગ કરી
અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. જેમાં તેણે ક્વિન્ટન ડી કોક અને એડન મેકક્રમની વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં કુલ 17 વિકેટ તો અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીએ T20 વર્લ્ડ કપ 2024માં કુલ 17 વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 17 વિકેટ લેનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે.

આ પણ વાંચો: Team Indiaએ રોહિતની કેપ્ટનશીપમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ

સૌથી વધુ વિકેટ લેનાર બોલર
T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરવામાં આવે તો ફઝલહક ફારૂકી- 17 વિકેટ, 2024, અર્શદીપ સિંઘ- 17 વિકેટ, 2024, વાનિન્દુ હસરાંગા- 16 વિકેટ, 2021, અજંતા મેન્ડિસ- 15 વિકેટ, 2012, એનરિક નોરખિયા- 15 વિકેટ, 2024 , જસપ્રિત બુમરાહ- 15 વિકેટ, 2024 ,હસરંગા, 2024 વિકેટ લીધી છે. અર્શદીપ સિંહે ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં તમામ મેચ રમી હતી અને તેણે જસપ્રિત બુમરાહને સારો સપોર્ટ આપ્યો હતો.