આજે DC vs MI વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

Arun Jaitley Stadium Pitch: આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બીજી મેચ રમાવાની છે. આ મેચ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. દિલ્હી તેના હોમ ગ્રાઉન્ડ પર આ સિઝનની પહેલી મેચ રમશે. આવો જાણીએ પિચ કેવી રહેશે અને બંને ટીમના હેડ ટુ હેડ આંકડાઓ.
આ પણ વાંચો: ખાટુશ્યામ જી મંદિરમાં લાખોની સંખ્યાં આજે ભક્તો આવ્યા, ગરમીને કારણે લોકો થઈ રહ્યા છે બેભાન
કુલ મેચ: 35
દિલ્હી જીત્યું- 16
મુંબઈ જીત્યું- 19
દિલ્હી એક પણ મેચ હારી નથી
આ સિઝનમાં દિલ્હી એવી ટીમ છે જે અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. અક્ષર પટેલની કમાન હેઠળ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી ટીમ 4 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ગત સિઝન જેવી જ છે. 5 મેચમાંથી 4 મેચમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાન પર છે.