December 26, 2024

અજય માકનનું મોટું નિવેદન, ‘અરવિંદ કેજરીવાલ રાષ્ટ્ર વિરોધી છે, ગઠબંધન ભૂલ હતી’

Ajay Maken: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે થોડા જ સમયમાં આવી રહી છે. તમામ પાર્ટીના નેતાઓ આ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસે પણ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. અજય માકને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા છે.

આ પણ વાંચો:Xના ભારતીય વપરાશકર્તાઓને મોટો ફટકો, પ્રીમિયમ પ્લાનની કિંમતમાં કરાયો આટલો વધારો

અજય માકને કહી આ વાત
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ નેતાઓ હવે આ તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસના નેતા જય માકને રવિંદ કેજરીવાલને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હોવાનું સામે આવ્યું છે. અજય માકને ગઠબંધનને લઈને કહ્યું કે લોકસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કોંગ્રેસની ભૂલ હતી જેને હવે સુધારવાની જરૂર છે. દિલ્હીની દુર્દશાનું કારણ એ છે કે આજથી 10 વર્ષ પહેલા કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. લાસ્ટમાં એમ પણ કહ્યું કે આ તેમનો અંગત વિચાર છે.