December 16, 2024

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ

Arvind Kejriwal: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ મતદાર યાદીમાંથી નામ હટાવી રહી છે.

આ પણ વાંચો: પ્રિયંકાએ રાહુલ ગાંધીના ભાજપ પર દેશદ્રોહી હોવાના આરોપોનો કર્યો બચાવ, કહ્યું, ‘મારા ભાઈ પર ગર્વ છે’

કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને હવે કંઈ ખાસ દિવસો બાકી રહ્યા નથી. તમામ પક્ષએ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. આ વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ મતદાર યાદીમાંથી નામ હટાવી રહી છે. છેલ્લા એકથી દોઢ મહિનામાં, તેઓએ 11,000 લોકોના વોટ કાપવા માટે અરજી કરી છે. જેની ને પ્રક્રિયા ચાલી રહી છે. જે અરજીઓ પ્રમાણે 1,018 લોકો કાં તો ટ્રાન્સફર થયા છે અથવા મૃત્યુ પામ્યા છે.