December 21, 2024

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલની મુશ્કેલી વધી, એક્સાઇઝ પોલિસી મામલે ED કરશે કેસ

Arvind Kejriwal: દિલ્હીમાં હવે વિધાનસભાની ચૂંટણી દૂર નથી. પરંતુ આ પહેલા કેજરીવાલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એક વાર કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. એક્સાઇઝ પોલિસી મામલે ED કરશે કેસ.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીનું સંસદસભ્યપદ ખતરામાં? જાણો શું છે સમગ્ર મામલો

કેજરીવાલ ફરી એકવાર મુશ્કેલીમાં
સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. EDને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિશેની માહિતી ખુદ લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયે આપી છે. 5 ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગવામાં આવી હતી. જેની મંજૂરી આજે આપી દેવામાં આવી છે. થોડા જ સમયમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે.