January 22, 2025

ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે અરવિંદ લાડાણીએ ફરી કહી આ વાત

Arvind Ladani: ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નિવેદન આપ્યું છે. મારી વાત અધિકારીઓ નાણાંકીય ભ્રષ્ટાચાર કરે છે તેવી નથી. માણાવદર યાર્ડમાં મગફળી ખરીદીમાં બારદાનને લઈને મારૂં નિવેદન હતું. મંડળીઓમાં ઊભી થયેલી અવ્યવસ્થાને ક્યાંકને ક્યાંક નીચેનો સ્ટાફ અવગણના કરે છે. લોકશાહીમાં કોઈને પણ દાવો કરવો હોય તો છૂટ છે.

આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલે કરી ફરી એક પોસ્ટ, જાણો શું લખ્યું હવે તેણે

મગફળીની ખરીદી કરવામાં આવી
ગુજકોમાસોલના ચેરમેન દ્વારા અપાયેલા નિવેદન મુદ્દે મને વાંધો નથી. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિની વાત ખોટી છે. તમામ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે છે. જે આક્ષેપ કરતા હોય તેમણે પુરાવા રજૂ કરવા જોઈએ. જૂનાગઢ જિલ્લામાં નિયમાનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે