February 19, 2025

અમેરિકામાં હાડ થીજવતી ઠંડી… 9 લોકોના મોત, ભારે વરસાદ બાદ નદીમાં પૂર જેવી સ્થિતિ

America: અમેરિકામાં હાડ ઠંડીને કારણે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાંથી આઠ કેન્ટુકીના હતા અને ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ કારણે તેમના મોત થયા છે. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે રવિવારે જણાવ્યું હતું કે પૂરમાં ફસાયેલા સેંકડો લોકોને સ્થળાંતર કરવાની જરૂર છે.

બેશિયરે જણાવ્યું હતું કે ઘણા મૃત્યુ કાર પાણીમાં ફસાઈ જવાથી થયા હતા. જેમાં એક માતા અને તેના 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે મિત્રો, હવે રસ્તાઓ પર ન આવો અને સુરક્ષિત રહો. બેશિયરે કહ્યું કે આ શોધ અને બચાવનો તબક્કો છે અને મને કેન્ટુકીના તે બધા લોકો પર ખૂબ ગર્વ છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે.

રસ્તા પર ન આવવા અપીલ
કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે પૂરમાં ફસાયેલા સેંકડો લોકોને હજુ પણ બચાવવાની જરૂર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજ્ય માટે આપત્તિ જાહેર કરી છે. જેના કારણે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીને રાજ્યભરમાં રાહત કામગીરી શરૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બેશિયરે જણાવ્યું હતું કે ઘણા લોકો તેમની કાર પાણીમાં ફસાઈ ગયા બાદ મૃત્યુ પામ્યા હતા. જેમાં એક માતા અને તેના 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે લોકોને રસ્તા પર ન આવવા અપીલ કરી.

આ પણ વાંચો: દિલ્હી-NCR બાદ બિહારના સીવાનમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ

1000 લોકોને બચાવી લેવામાં આવ્યા
ગવર્નર બેશિયરે જણાવ્યું હતું કે શનિવારથી વાવાઝોડું શરૂ થયું ત્યારથી રાજ્યભરમાં લગભગ 1,000 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વાવાઝોડાને કારણે લગભગ 39 હજાર ઘરોનો વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. તેમણે ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી કાપ વધી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે, કેન્ટુકી અને ટેનેસીમાં વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.