December 12, 2024

અમારા પ્રોગામ કેમ નથી કરતો… લોકગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલો

Gandhinagar: લોકગાયક અને બીજેપી કાર્યકર વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત 7 જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને રોકવામાં આવી હતી અને 7 જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. જો કે, વિજય સુવાળાના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો. બાદમાં વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માગી હતી.

આ પણ વાંચો: સીરિયામાં હિંસાની આગ… ચોરી-લૂંટફાટ વચ્ચે ભારતે 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા

નોંધનીય છે કે, વિજય સુવાળા પર હુમલાના પ્રયાસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમારા પ્રોગ્રામ કેમ કરતો નથી તેમ કહીને માર મારવાનો પ્રયાસ કરવાની વાત સામે આવી છે. જોકે, આ હુમલો અગોરા મોલ પાસે કરાયો હતો. આ ઘટનાને લઈને ફૂલા રબારી, નવઘણ ગાટીયા અને અનિલ બાદશાહ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.