June 30, 2024

18 વર્ષ અને 6 મહિના પછી આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય નજારો

Lunar Standstill: બહુ જલ્દી આકાશમાં એક અનોખો નજારો તમને જોવા મળી શકે છે. ચંદ્રમાંનો તમને ઉદય અને અસ્ત મહત્તમ સમય દેખાશે. તમને જણાવી દઈએ કે વિજ્ઞાનની ભાષામાં તેને Lunar Standstill કહેવામાં આવે છે.

કુદરતી ઘટનાઓ બનશે
ચંદ્ર બહુ જલ્દી આકાશમાં ચંદ્રનો અદભૂત નજારો જોવા મળશે. ચંદ્રનો ઉદય અને અસ્ત વચ્ચેની 2 કુદરતી ઘટનાઓ તમને જોવા મળશે. મહત્વની વાત એ છે કે આ દર 18.6 વર્ષે થાય છે. તમે આકાશમાં સૌથી ઉંચા અને સૌથી નીચલા બિંદુ પર પણ ચંદ્રને જોઈ શકશો. તમને જણાવી દઈએ કે ઓરોરા બોરેલિસ સમગ્ર વિશ્વમાં અવકાશમાં દેખાતી હતી. 8 એપ્રિલ 2024ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું ત્યારબાદ ફરી એકવાર વૈજ્ઞાનિકોને અભ્યાસ કરવાની મોટી તક આવી છે.

આ પણ વાંચો: હોળી પર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, મેષ રાશિના જાતકો થશે માલામાલ

સમતલમાં જોવા મળે
ચંદ્ર દર 18.6 વર્ષે પછી આ સમય આવી રહ્યો છે. જેનું કારણ એ છે કે સૂર્યની જેમ ચંદ્ર સમાન માર્ગ નથી લેતો. ચંદ્રના વધતા અને અસ્ત થવાની સ્થિતિ જુઓ તો તે તમને સતત બદલાતો જોવા મળશે. સૌરમંડળ સપાટ જોવા મળે છે અને બીજા બધા ગ્રહો સૂર્ય સાથે એક જ સમતલમાં જોવા મળે છે. તેને આપણે ગ્રહણ કહીએ છીએ. પૃથ્વી તેની ધરી પર 23.4 ડિગ્રી નમેલી જોવા મળે છે. ચંદ્રની ભ્રમણકક્ષાની વાત કરવામાં આવે તો તે દર મહિને 57 ડિગ્રીની રેન્જમાં વધે છે અને સેટ થાય છે. તેથી ચંદ્ર ઘણીવાર ક્ષિતિજ પર વિવિધ સ્થાનોથી ઉગે છે અને અસ્ત થાય છે. પરંતુ તે માત્ર ચંદ્ર કરી શકે છે સૂર્ય આ કામ કરી શકતો નથી. તમે આ નજારાને સપ્ટેમ્બર 2024 અને માર્ચ 2025 વચ્ચે આ દેખાશે. આ નજારો તમે ચંદ્રના ઉદય અને અસ્ત સમયે જોઈ શકો છો.