November 21, 2024

ફેસ્ટિવ સિઝનને કારણે ઓક્ટોબરમાં ઓટોના વેચાણમાં થયો વધારો

Auto Sales: તહેવારોની સિઝન ગઈ છે. ત્યારે મોટરસાઈકલનું ખૂબ વેચાણ થયું છે. વેચાણ ગયા મહિને 11 ટકા વધીને 13,90,696 યુનિટ થઈ ગયું છે. ઓક્ટોબર 2023માં વેચાણ 12,52,835 યુનિટ હતું. ઉદ્યોગ સંગઠને આ વિશે માહિતી આપી હતી.

ઉદ્યોગ સંગઠને આપી માહિતી
વાર્ષિક ધોરણના ઓક્ટોબરના પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ નજીવું વધીને 3,93,238 યુનિટ થયું હતું. ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનોનું વેચાણની વાત કરવામાં આવે તો 3,89,714 યુનિટ વેચાણ થયું હતું. ગયા મહિને ટુ-વ્હીલરનું કુલ વેચાણની વાત કરવામાં આવે તો લ વેચાણ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 21,64,276 યુનિટ થઈ ગયું હતું. એમ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સએ આપેલી માહિતી પ્રમાણે ઓક્ટોબર 2023માં તે 18,95,799 યુનિટ હતું. ઓક્ટોબરમાં સ્કૂટરનું વેચાણ 22 ટકા વધીને 7,21,200 યુનિટ થઈ ગઈ છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

વાહન નોંધણીમાં 30% વૃદ્ધિ
SIAM ના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને માહિતી આપતા જણાવ્યું હતું કે, “ઓક્ટોબર 2024માં બે મુખ્ય તહેવારો ગયા જેમાં દશેરા અને દિવાળી હતી. તહેવારના કારણે વેચાણની માંગમાં વધારો થયો છે. મોટર વાહન ઉદ્યોગમાં લાખ એકમોનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું હતું. ટુ-વ્હીલરમાં 2024માં ઓક્ટોબરમાં સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. ઓક્ટોબર 2024માં, પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર બંનેની નોંધણીમાં વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.