December 27, 2024

અયોધ્યામાં ભક્તોની ભીડ જોતા ટ્રસ્ટનો નિર્ણય, 1 જાન્યુઆરીથી દર્શનના સમયમાં ફેરફાર

Ayodhya Tample: રામનગરી અયોધ્યામાં ભક્તોની ભીડ ઝડપથી વધી રહી છે. બુધવારે સાંજે 7 વાગ્યા સુધી 1.05 લાખ ભક્તો રામલલાના દરબારમાં હાજરી આપી ચૂક્યા છે. 25મી ડિસેમ્બરે નાતાલની રજાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. સ્થિતિ એવી હતી કે VIP દર્શન માટેના તમામ સ્લોટ સવારે 11:00 વાગ્યા સુધીમાં ફુલ થઇ ગયા હતા. નવા વર્ષ એટલે કે 1લી જાન્યુઆરીએ પણ ભક્તોની ભારે ભીડ થવાની સંભાવના છે. જેને લઇને 1 જાન્યુઆરીએ રામ મંદિર ટ્રસ્ટ રામલલાના દર્શનનો સમયગાળો એક કલાક વધારવાની યોજના બનાવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, પ્રયાગરાજ આવતા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરીથી રામ લલ્લાના દર્શનનો સમય એક કલાક વધારવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે 22 જાન્યુઆરીએ પવિત્ર થયા બાદ દેશ અને દુનિયામાંથી આવનારા ભક્તો માટે ખૂબ જ વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે, વસ્તુઓ રાખવા અને તેમના પગરખાં અને ચપ્પલ રાખવાની વ્યવ્થા છે. પિલગ્રીમ ફેસિલિટેશન સેન્ટરમાં 2000 લોકો માટે બેઠક વ્યવસ્થા છે. પીવાના પાણી અને તબીબી સારવારની વ્યવસ્થા છે.

સુરક્ષા બાદ, લોકો ચાર હરોળમાંથી પસાર થાય છે. દરરોજ ત્રણ લાખ લોકો સરળતાથી દર્શન કરી શકે છે. સળંગ ઉભા રહીને નજીકથી દર્શન કરવાની પણ વ્યવસ્થા છે. બહાર નીકળવાના માર્ગ પર પ્રસાદની વ્યવસ્થા છે. અહીં આવનાર દરેક ભક્તને પ્રસાદ મળે છે. દરેક હરોળમાં બેસવા માટે બેન્ચ પણ છે. 40 થી 45 મિનિટમાં ત્રણ લાખ લોકો દર્શન કરી શકશે. હવે 1 જાન્યુઆરીથી દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનનો સમયગાળો લગભગ એક કલાક જેટલો વધારવામાં આવશે જેના કારણે 1 જાન્યુઆરીએ આવનારા ભક્તો અને મહાકુંભ માટે આવનારા ભક્તોને સુવિધા મળશે.