November 24, 2024

NExTના નિર્યણમાં વિદ્યાર્થીને થયેલા અન્યાયના વિરોધમાં AYUSH વિદ્યાર્થીઓએ ઋષિકેશ પટેલને આવેદન આપ્યું

અમદાવાદ: NEXT(National Exit Test)ના નિર્યણમાં બેચ 2021-2023ના વિદ્યાર્થીને થયેલા અન્યાય વિરોધમાં સોમવારે 09 સપ્ટેમ્બરના રોજ AYUSH વિદ્યાર્થીઓએ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના સમાનતામાં હકની સાથે નેશનલ એક્ઝિટ ટેસ્ટ-2024થી લાગુ કરવામાં આવે એવી માંગણી કરી હતી.

NExT 2021-2022 બેચથી લાગુ થશે: કેન્દ્રીય આયુષ મંત્રી
ઉલ્લેખનીય છે કે, અગાઉ નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી હતી કે, આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NExT) વર્ષ 2021-2022ની બેચથી અમલમાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, આ મામલે વિદ્યાર્થીઓની ચિંતાની સમીક્ષા કરવા માટે આ અંગે રચાયેલી સમિતિની ભલામણને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ ભલામણ કરી છે કે એનએક્સટી એનસીઆઈએસએમ અને એનસીએચ એક્ટ, 2020 હેઠળ 2021-22 ના શૈક્ષણિક સત્રમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને લાગુ કરવામાં આવશે, જેના અમલીકરણમાં કોઈ પણ અસ્પષ્ટતા દૂર કરવામાં આવશે.