મંદી વચ્ચે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2B ડાયમંડ એક્સપોનું આયોજન
અમિત રૂપાપરા, સુરત: સુરતનો ડાયમંડ સિટીની ઓળખ આપનાર ડાયમંડ ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આ મંદી વચ્ચે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા b2b ડાયમંડ એક્સપો એક્ઝિબિશન કરવા જઈ રહ્યું છે. આવનાર 12 થી 14 જુલાઈ સુધી એક્ઝિબિશન યોજાઇ રહ્યું છે. ત્યારે મંદીમાં સપડાયેલા ઉદ્યોગકારો અને વેપારીઓને આ એક્ઝિબિશનથી વ્યાપારની અનેક આશા અપેક્ષાઓ જોવા મળી છે. આ એક્ઝિબિશનમાં દેશ-વિદેશથી 8,000 થી વધુ વિઝીટર્સ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારે નાના ઉદ્યોગકરોને એક્ઝિબિશન થકી વેપાર માટે નવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના 10 હીરા પોલીસ માંથી નવ હીરા પોલીસ સુરતમાં થતા હોય છે. જોકે સુરતનો આ હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી જજુમી રહ્યો છે. જેમાં ખાસ કરીને નાના નાના ઉદ્યોગકારોની હાલત ખૂબ જ કફોડી બની રહી છે. ત્યારે આ મંદીની વચ્ચે આ વર્ષે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પાંચમું બીટુ બી કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપો એક્ઝિબિશન માટેનું આયોજન કરાયું છે. આવનાર 12 13 અને 14 જુલાઈ ના રોજ સુરતના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે.
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા આ એક્ઝિબિશનને કારણે સુરતના હીરા ઉદ્યોગને મંદી સામે વેપારની નવી આશાનું કિરણ જોવા મળ્યું છે. આ એક્ઝિબિશનથી નાના ઉદ્યોગકારોને વેગ મળશે અને નવા વેપાર ધંધાની આશા અપેક્ષાઓ બંધાવી છે. કારણ કે આ એક્ઝિબિશનમાં ડાયમંડમાં નેચરલ લેબગરોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને 118 જેટલા બુથ પ્રદર્શિત થવાના છે. આ એક્ઝિબિશનમાં જેમ ચેન્જ જ્વેલરી સાથે સંકળાયેલા 8,000 થી વધારે દેશ ના વિઝીટર્સ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ 500 થી વધારે વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ વેપારીઓને મંદી સમયે એકબીજા સાથે યોગ્ય ભાવ અને માલ સાથે વેપાર કરવામાં સરળતા મળશે. જેને લઇ આ એક્ઝિબિશનથી સુરતના ઉદ્યોગકારોની ખૂબ જ મોટી આશા અપેક્ષાઓ બંધાવી છે.