July 2, 2024

બાબરની પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કરી ટીકા, જાણો શું કહ્યું…

Babar Azam: આ વખતે વર્લ્ડ કપમાં બાબરનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અહેમદ શહેઝાદે ટીમના કેપ્ટન બાબરની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપ 2024માંથી લગભગ થઈ જવાનું છે. એક શો દરમિયાન શહેઝાદ અને બાબરના T20 વર્લ્ડ કપના આંકડાઓની સરખામણી કરવામાં આવી હતી. જેમાં શહેઝાદનું પ્રદર્શન વધારે સારૂં જોવા મળ્યું હતું.

વધુ સારું પ્રદર્શન
પાકિસ્તાન ટીમના વર્તમાન કેપ્ટન બાબર હાલ ચર્ચામાં છે. બાબરના રનની વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ મેચમાં 517 રન અને તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 112 રહ્યો છે. શહેઝાદે માત્ર 9 મેચમાં 126ના સ્ટ્રાઈક રેટથી 250 રન બનાવ્યા છે. ‘મને લાગે છે કે હું આ આંકડા કરતાં વધુ સારું પ્રદર્શન કરી શક્યો હોત. આ સાથે તેણે ટીકા કરતા કહ્યું કે તમે ઘરેલુ ક્રિકેટની આખી સિસ્ટમને બરબાદ કરી દીધી છે.

આ પણ વાંચો: આજની મેચમાં વરસાદ પડશે તો આ ટીમને થશે ફાયદો

કારકિર્દી ખતમ થઈ ગઈ
શહેઝાદે બાબરની ટીકા કરી હતી. તેણે 22 વર્ષીય બેટ્સમેન સૈમ અયુબની કારકિર્દી બરબાદ કરવા માટે બાબરને જવાબદાર ઠેરવ્યો હતો. પાકિસ્તાન માટે આયરલેન્ડ સામેની આગામી મેચ જીતવી ખુબ જરૂરી છે. જો આજની મેચ અમેરિકા જીતી જશે તો પાકિસ્તાનની ટીમનો ખેલ ખતમ થઈ જશે. તમને જણાવી દઈએ કે 32 વર્ષીય અહેમદ શહેઝાદે પાકિસ્તાન માટે 13 ટેસ્ટ, 81 વનડે અને 59 ટી20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં વનડેમાં 2605, 982 રન, અને ટી20માં 1471 રન બનાવ્યા છે.